નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે, ભારતે 90 ગીગાવોટ સૌર ઊર્જાના ઉત્પાદનમાં સફળતા મેળવી છે. વર્ષ 2030 સુધીમાં આ ક્ષમતાને 500 ગીગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. શ્રી જોષી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન – ISAના સાતમા સત્રના ઉદઘાટન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. ISAના આ સત્રમાં સૌર ઉર્જાના ઉપયોગને વેગ આપવાના હેતુથી સભ્ય દેશોને સશક્ત બનાવવા માટે વિવિધ પહેલો પર ચર્ચા કરવામાં આવશે.
આ સત્ર ભારતની અધ્યક્ષતા અને ફ્રાન્સની સહ-અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે. જેમાં 120 સભ્યદેશોના પ્રતિનિધિઓ, ભાગીદાર સંસ્થાઓ અને હિતધારકો ભાગ લેશે. આ ત્રણ દિવસીય સત્ર દરમિયાન ઊર્જાની પહોંચ, સુરક્ષા અને સંક્રમણને સુધારવા માટેની પહેલો પર ચર્ચા કરાશે.
ઉપરાંત ઉદ્યોગ સાહસિકો માટે ISAની મુખ્ય પહેલ, કૌશલ્યવર્ધન અને ક્ષમતા નિર્માણ તથા સૌર ઊર્જાના અસરકારક ઉપયોગ અંગેની અધ્યતન બાબતો રજૂ કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 4, 2024 3:03 પી એમ(PM)
નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સાતમા સત્રના ઉદઘાટન સમારોહમાં સંબોધન કર્યું
