સંસદના શિયાળુ સત્રની કામગીરી આજે પણ સુચારુ રૂપે શરૂ થઇ હતી.. સવારે રાજ્યસભામાં પણ વિપક્ષોએ શાંતિપૂર્ણ રીતે કામગીરીમાં ભાગ લીધો હતો..લોકસભમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નવીનતમ ટેક્નોલોજી સાથે રેલ્વે ટ્રેકને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આજે પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ એવા કવચની કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. અન્ય પૂરક પ્રશ્નમાં, મંત્રીએ કહ્યું કે રેલ્વેએ દરેક મુસાફરને મુસાફરી માટે સબસિડી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે, તમામ મુસાફરોને કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી કુલ સબસિડી હેઠળ આવરી લેવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:42 પી એમ(PM)
નવીનતમ ટેક્નોલોજી સાથે રેલ્વે ટ્રેકને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે :કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ
