ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2025 8:45 એ એમ (AM)

printer

નવા GST દર આજથી અમલમાં-પ્રધાનમંત્રીએ આ સુધારાઓને “બચતનો તહેવાર” ગણાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSTમાં થયેલા ફેરફારોને આગામી પેઢીના સુધારાઓ ગણાવ્યા જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને સામાન્ય લોકોને રાહત આપશે.ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રીએ નવરાત્રિના પહેલા દિવસે અમલમાં આવનારા GST સુધારાઓને “બચતનો તહેવાર” ગણાવ્યો . તેમણે કહ્યું કે કર દરમાં ઘટાડો દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી બનાવશે અને વપરાશ આધારિત વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે GST સુધારા આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.નવા GST દરો આજથી અમલમાં આવ્યા છે. 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબને હવે ફક્ત 5 ટકા અને 18 ટકાના સ્લેબ લાગુ કરાયા છે. લક્ઝરી ઉત્પાદનો સિવાય તમામ માલ અને સેવાઓ આ બે સ્લેબ હેઠળ આવશે. પ્રધાનમંત્રીએ સૌને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા વિનંતી કરી