નવા વર્ષ 2026ના પહેલા દિવસે રાજ્યમાં આજે એક લાખથી વધુ નાગરિકે સૂર્ય નમસ્કાર અને ધ્યાન ધરીને પ્રથમ સૂર્યકિરણને વધાવી. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં રાજ્યના યુવાનોએ ભારતીય સંસ્કૃતિની શક્તિ બતાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બૉર્ડના અધ્યક્ષ શિશપાલ સિંહ તેમાં વર્ચ્યૂઅલ જોડાયા હતા.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ તંદુરસ્ત શરૂઆત યુવાનોની પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાત રાજ્ય યોગ બૉર્ડની યુ-ટ્યૂબ ચેનલ પર આ કાર્યક્રમના જીવંત પ્રસારણમાં એક લાખથી વધુ નાગરીકે પોતાના ઘરે, અગાશી કે નજીકના બગીચામાંથી ઑનલાઈન જોડાઈ સૂર્ય નમસ્કાર કર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 1, 2026 4:45 પી એમ(PM)
નવા વર્ષ 2026ના પહેલા દિવસે રાજ્યમાં આજે એક લાખથી વધુ નાગરિકે સૂર્ય નમસ્કાર અને ધ્યાન ધરીને પ્રથમ સૂર્યકિરણને વધાવી.