નવેમ્બર 3, 2024 9:06 એ એમ (AM)

printer

નવા વર્ષે ભકતો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત સાથે આવનારું વર્ષ દરેક માટે સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી

નવા વર્ષે ભકતો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત સાથે આવનારું વર્ષ દરેક માટે સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
રાજ્યના પ્રસિદ્ધ મંદિરો અંબાજી, દ્વારકા, પાવગઢ, ડાકોર, સોમનાથ, સાળંગપુર હનુમાન, ચોટીલા, શામળાજી, બહુચરાજી મંદિરોમાં નવા વર્ષ નિમિત્તે ખાસ શણગાર કરાયો છે. દ્વારકામાં દ્વારકાધીશોને શિશ નમાવી નવા વર્ષની શરૂઆત કરવા ભકતોનું ઘોડાપુર ઉમટયું છે.તો સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું છે. અંબાજીમાં નવા વર્ષના પ્રારંભ જ મંગળા આરતીથી જ ભક્તો ભીડ જોવા મળી હતી.
યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળીયાના દર્શન કરવા ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. શામળીયાને સોનાના આભુષણો સાથે શણગાર કરાયો છે.
સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરે પણ ભકતોની ભીડ જોવા મળી રહી છે. ગઈકાલે કષ્ટભજન દેવને સોનાના વાઘાથી શણગારવામાં આવ્યા હતા. નવા વર્ષે દાદાના દર્શન કરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી. ગઈકાલે BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં એક હજાર 100થી વધુ વાનગીઓના અન્નકુટનનું આયોજન કરાયું હતું. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકુટનું આયોજન કરાયું હતું. તમામ યાત્રાધામો ઉપર દર્શનાર્થીઓની ભીડને જોતા તંત્ર દ્વારા તકેદારીના પગલાં પણ લેવાઇ રહ્યાં છે. પોલીસ ખડે પગે છે અને કોઇ પણ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ સજ્જ બની ગઇ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.