ડિસેમ્બર 31, 2025 7:47 પી એમ(PM)

printer

નવા વર્ષને આવકારવા વિશ્વભરના વિવિધ દેશમાં અનેરો ઉત્સાહ

વિશ્વભરના દેશ અદભૂત દ્રશ્ય અને જૂની પરંપરાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે, જે તમામ સ્થાનિક સંસ્કૃતિ, ભાગ્ય અને નવી શરૂઆત સાથે સંબંધિત માન્યતાને પ્રતિબિંબિત કરે છે. આ પળને ઉજવવાના સૌથી લોકપ્રિય પ્રકારમાંથી એક આતશબાજી છે.
ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બરથી લઈ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં કોપાકબાના દરિયાકાંઠા સુધી વિશ્વભરમાં વ્યાપક આતશબાજી આકાશને રોશન કરે છે. વિશ્વભરમાં લાખો લોકો નવા વર્ષને આવકારવા ભેગા થાય છે. ડૅનમાર્કમાં ઉત્સવ વધુ વ્યવહારિક રીતે ઉજવાય છે. એક લોકપ્રિય પરંપરા મુજબ મિત્રોના દરવાજા પર જૂની પ્લૅટ તોડવામાં આવે છે. એવું મનાય છે કે, આ પરંપરા આગામી 12 મહિનામાં સારું ભાગ્ય લાવે છે.
તો, ઍટલાન્ટિક મહાસાગરને પાર ન્યૂયૉર્ક શહેર વિશ્વનું સૌથી પ્રસિદ્ધ નવા વર્ષની પૂર્વ સંધ્યાના કાર્યક્રમમાંથી એકનું આયોજન કરે છે. ટાઇમ્સ સ્ક્વેરમાં પ્રતિષ્ઠિત બૉલ ડ્રૉપ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. ઍશિયાના કેટલાક ભાગમાં ધ્વનિ વર્ષના પ્રારંભનો સંકેત આપે છે. જાપાનમાં મંદિરના ઘંટ 108 વખત વગાડવામાં આવે છે.