ડિસેમ્બર 30, 2025 9:39 એ એમ (AM)

printer

નવા વર્ષની સલામત ઉજવણી માટે પોલીસ ખડેપગે

વિદાય લેતા 2025ના વર્ષ અને આવનારા નવા વર્ષની ઉજવણી નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ પોલીસ આ ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને આનંદ દાયક માહોલમાં થાય તે માટે કટિબધ્ધ છે.31 ડિસેમ્બર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે સલામત ઉજવણી માટેની તૈયારીના ભાગરૂપે નવનિર્મિત પોલીસ સંવાદ કેન્દ્રથી ઇન્ચાર્જ પોલીસ કંટ્રોલ ડીસીપી અને પી.આર.ઓ ભરત રાઠોડે લોકોને શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે પોલીસ સજ્જ હોવાનું જણાવ્યું હતું.