ડિસેમ્બર 30, 2025 7:33 પી એમ(PM)

printer

નવા વર્ષની ઉજવણીને લઈ લોકોની સુરક્ષા માટે રાજ્યભરમાં પોલીસ ખડેપગે.

રાજ્યભરમાં આવતીકાલે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં પણ નવા વર્ષને આવકારવા સુરક્ષાના ભાગરૂપે નવ હજારથી વધુ પોલીસકર્મી લોકોની સુરક્ષા માટે ખડેપગે રહેશે. જ્યારે મહિલાઓની સુરક્ષા માટે 71 શી ટીમ પેટ્રોલિંગ એટલે કે, પહેરો કરશે. શહેરના 14 આંતરજિલ્લા ચેકપોસ્ટ તેમજ 63 નાકાબંધી કેન્દ્ર પર તપાસ કરાશે તેમ નાયબ ટ્રાફિક પોલીસ અધિક્ષક ભરત રાઠોડે જણાવ્યું.
બીજી તરફ મહેસાણાના કડી, નંદાસણ અને બાવલું સહિતના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કાર્યયોજના બનાવી છે.