રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સુરતના હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે સ્થાન મળતાં સુરતના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓએ તેમના વતન દેવરાજીયા ગામમાં ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી ઉજવણી કરી.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને આજે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ મળતાં પોરબંદર જિલ્લા ભાજપે ફટાકડા ફોડી ઉજવણી કરી. આ અંગે પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયાએ વધુ માહિતી આપી.
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવ થરાદ જિલ્લાના વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થતા ડીસા અને વાવ સુઈગામ ભાભર વિસ્તારના કાર્યકરોમાં આનંદ જોવા મળ્યો.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળતા ગણદેવી ચાર રસ્તા પર ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને અને ઉજવણી કરીને તેમની પસંદગીને વધાવી લીધી.
ગીર સોમનાથના કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્ન વાજાને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરાતા કોડીનાર પંથક સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં, ભાજપ કાર્યકર્તાઓ સહિત સ્થાનિકોમાં આનંદ છવાયો.
Site Admin | ઓક્ટોબર 17, 2025 7:47 પી એમ(PM)
નવા મંત્રીમંડળમા સામેલ થયેલા સભ્યોના સમર્થકોએ રાજ્યભરમાં ઉજવણી કરી.