નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને બીજા સર્વોચ્ચ બંધારણીય પદ પરની તેમની ચૂંટણીને રાષ્ટ્રવાદી વિચારધારાની જીત ગણાવી છે. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કામ કરવાનો સંકલ્પ લીધો છે.વિજય પછીના તેમના પ્રથમ જાહેર સંબોધનમાં, નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિએ વિરોધી ગઠબંધને કહ્યું કે, આ ચૂંટણી એક વૈચારિક લડાઈ છે, પરંતુ મતદાન પ્રક્રિયા પરથી આપણે સમજીએ છીએ કે રાષ્ટ્રવાદી વિચારધારા વિજયી બની છે. શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે, આ દરેક ભારતીયનો વિજય છે અને જો આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.
નવનિયુક્ત ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની નવી ભૂમિકામાં, તેઓ રાષ્ટ્રના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. લોકશાહીમાં શાસક પક્ષ અને વિપક્ષ બંને મહત્વપૂર્ણ છે. આ એક જ સિક્કાની બે બાજુઓ છે. લોકશાહીના હિતને ધ્યાનમાં રાખવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 9:21 એ એમ (AM)
નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને બીજા સર્વોચ્ચ બંધારણીય પદ પરની તેમની ચૂંટણીને રાષ્ટ્રવાદી વિચારધારાની જીત ગણાવી
