ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 18, 2024 7:46 પી એમ(PM)

printer

નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા  અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે

નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા  અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એફઆઇઆર 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાન નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઇ, 2024થી ત્રણ નવા કાયદા- ભારતીય ન્યાયસંહિતા, ભારતીય નાગરિકસુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલી બન્યા છે. આ કાયદાઓ અંગે નિયમિત તાલીમ અને વેબિનાર દ્વારા આઠ લાખથી વધુ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે.  વપરાશકારને નવા ગુનાઇત કાયદાની માહિતી મળે તે માટે મોબાઇલ અને વેબ એપ્લિકેશન ‘NCRB SANKALAN of Criminal Laws- તૈયાર કરવામાં આવી છે.