માર્ચ 15, 2025 7:47 પી એમ(PM)

printer

નવસારી જિલ્લા ખાતે રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો જાણવા માટે આજે બેઠક યોજાઈ

નવસારી જિલ્લા ખાતે રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો જાણવા માટે આજે બેઠક યોજાઈ. જેમાં ઉપસ્થિત સભ્યોએ નવસારી જિલ્લાના વિવિધ નિષ્ણાંતો પાસેથી  સમાજમાં ચાલી રહેલા લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ ઇન રિલેશનશિપની નોંધણી બાબતે મંતવ્યો મેળવ્યા હતા. આગામી 24 માર્ચના રોજ અથવા તે પહેલા ગુજરાતના રહેવાસીઓ અને વિવિધ અગ્રણી જૂથોને મહત્વપૂર્ણ વિષયોનું મૂલ્યાંકન કરવા માટે સમાન સિવિલ કોડ સમિતિની વેબસાઈટ અથવા વેબ પોર્ટલ અથવા ગાંધીનગર સ્થિત કચેરીએ ટપાલ દ્વારા પોતાના મંતવ્યો અને  સૂચનો
રજૂ કરવા અપીલ કરી છે.