ડિસેમ્બર 23, 2025 3:13 પી એમ(PM)

printer

નવસારી જિલ્લામાં યોજાયેલી 13મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સાપુતારાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ચંદ્રકો મેળવ્યાં.

નવસારી જિલ્લામાં યોજાયેલી 13મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં ડાંગના વાસુર્ણા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સાપુતારાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ચંદ્રકો મેળવ્યાં. જેમાં વાસુર્ણાં પ્રાથમિક શાળાના સંધ્યા પવાર, પાયલ બાગુલ, આશા પવારે યલો બેલ્ટ કેટેગરીના કાટા ઇવેન્ટમાં ચંદ્રક મેળવ્યાં. જ્યારે એકલવ્ય મોડેલ સ્કૂલ સાપુતારાના હિરલ ગાંગોડા, યશ્વી ચૌધરી, નેહા ગાંગોડા, અસ્મિતા ઠાકરેએ યલો કેટગરી અને કોચ સંતોષ પાડવી, અને અજય ચૌર્યાએ બ્રાઉન અને બ્લેક કેટગરીમાં મેડલ મેળવ્યાં હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.