નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામે મહાપ્રસાદ બાદ 120 થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ છે. લગભગ 80 બાળકો સહિત 120 દર્દીઓને સારવાર અર્થે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ મહાપ્રસાદમાં ભોજન ઉપરાંત છાશ અને રસ પીરસવામાં આવ્યા હતા, તેને કારણે તબિયત બગડી હોવાનું અનુમાન છે.આરોગ્ય વિભાગની ટીમે મટવાડ, સામાપોર, દાંડી અને કરાડી જેવા ગામોમાં ફરીને અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપી હતી. જો કે પ્રાથમિક સારવાર બાદ દર્દીઓની હાલત સુધારો થયો હતો. જો કે સાવચેતીના પગલાંરૂપે નવસારી આરોગ્ય વિભાગે 5 મેડિકલ ઓફિસર સહિતના 26 સભ્યની ટીમને અસરગ્રસ્ત ગામોમાં મોકલીને સર્વેની કામગીરી હાથ ધરી હતી.
Site Admin | એપ્રિલ 14, 2025 10:33 એ એમ (AM)
નવસારી જિલ્લાના મટવાડ અને સામાપોર ગામમાં મહાપ્રસાદ બાદ 120થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ
