મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 13માં અદ્યતન બસ પોર્ટનું આજે નવસારીમાં લોકાર્પણ કરશે.આ અદ્યતન સુવિધા વાળુ 82 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બસપોર્ટના લોકાર્પણમાં કેન્દ્રિય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જોડાશે.પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્ષ વેઈટીંગ રૂમ, આર.ઓ. પાણીની વ્યવસ્થા, દિવ્યાંગજનો માટે વ્હિલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ૧૨ બસપોર્ટનું નિર્માણ થયું છે.
Site Admin | નવેમ્બર 25, 2025 10:09 એ એમ (AM)
નવસારીમાં તૈયાર થયેલા અદ્યતન સુવિધાથી સજજ બસ પોર્ટનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે