નવસારીમાં બિલિમોરાના સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડવાની ઘટનાની તપાસ સુરત અને વલસાડની ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSL કરશે. પ્રાન્ત અધિકારી મિતેશ પટેલે કહ્યું, FSL અહેવાલના આધારે કાર્યવાહી કરાશે. ઘટનાની તપાસ માટે નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટૅક્નિકલ કમિટીની પણ રચના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે મેળામાં 52 ફૂટ ઊંચી રાઈડ અચાનક તૂટી પડતા રાઇડમાં સવાર દસમાંથી પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. પોલીસે આ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:09 પી એમ(PM)
નવસારીના મેળામાં રાઈડ તૂટી પડવાની ઘટનાની તપાસ સુરત અને વલસાડની FSL ટુકડી કરશે