નવસારીના ગણદેવીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર આરોપી ઝડપાયા છે. આરોપીઓમાં હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શખ્સો સામેલ છે. ગણદેવીના મહાદેવ મંદિર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચતા આ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી યશસિંહ સુન્દરસિંહને પગમાં ઈજા પહોંચી હતી.
જોકે પોલીસે ચારેય આરોપીઓને સ્થળ પરથી પકડી પાડયા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ત્રણ ગેરકાયદેસર હથિયારો, 27 જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Site Admin | નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)
નવસારીના ગણદેવીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર આરોપી ઝડપાયા-પોલીસના વળતા ગોળીબારમાં એક આરોપી ઇજાગ્રસ્ત