નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા સાથે પડેલા અતિભારે વરસાદ ને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાના માળખાંને ગંભીર નુકસાન થયું હતું. જોકે તંત્રની ત્વરિત કામગીરીને કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો છે.તોફાની પવન તથા ભારે વરસાદના કારણે અનેક વીજ પોલ તથા ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. વીજ તારો તૂટી પડ્યા હતા, વૃક્ષો વીજ લાઇન પર આવી પડતા વિતરણ નેટવર્કને નુકસાન થયું હતું.ચીખલી તથા બિલીમોરા ગ્રામ્ય વિસ્તારો તેમજ વાંસદા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વ્યાપક નુકસાનને કારણે ત્યાં મોટા પાયે ગેંગો અને કર્મચારીઓ દ્વારા મરામત કામગીરી દિવસ-રાત હાથ ધરી વીજપુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો.વર્તમાન પરિસ્થિતિ મુજબ જિલ્લામાં 114 HT પોલ, 130 LT પોલ તથા 9 ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી 36 હજાર 754 ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 10:14 એ એમ (AM)
નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા વીજપુરવઠો પૂર્વવત કરાયો