નવરાત્રિના બીજે દિવસે રાજ્યભરમાં ખૈલેયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કેસરિયા ગરબામાં હાજરી આપી હતી. સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગરબામાં શ્રી અમિત શાહે પરિવાર સાથે હાજરી આપી હતી.ગઇકાલે નવરાત્રિના બીજા દિવસે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગરબામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી અને માતાજીની આરાધના કરી હતી.અમદાવાદના અન્ય સ્થળોએ પણ ખેલૈયાઓ મોદી રાત સુધી ગરબાની મોજ માણી હતી. તમામ શહેરો નગરોમાં પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ભાતીગળ અને પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. પાર્ટી પ્લોટ, ક્લબો અને શેર ગરબાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અલગ અલગ શૈલીના ગરબા રમ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 9:26 એ એમ (AM)
નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી