ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 4, 2024 7:19 પી એમ(PM) | નવરાત્રિ

printer

નવરાત્રીના ઉત્સવમાં માતા અને બહેનો નિશ્ચિંત થઈને ગરબે રમી માં અંબાની આરાધના કરી શકે તે માટે મહિલા પોલીસ ની શી ટીમ સતત કાર્યરત

નવરાત્રીના ઉત્સવમાં માતા અને બહેનો નિશ્ચિંત થઈને ગરબે રમી માં અંબાની આરાધના કરી શકે તે માટે મહિલા પોલીસ ની શી ટીમ સતત કાર્યરત છે.
મોરબી જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતાથી જ પોલીસની શી ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ગરબીઓમાં જઈને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈપણ શખ્સ રોમિયોગીરી કરતાં પકડાશે તો તેની સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહિલા પોલીસે ગરબે રમવા માટે આવેલ યુવતીઓને, અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ સાથે ન રમવા તેમજ અજાણ્યા લોકોપાસેથી કોઈ પણ પ્રકારના પીણાં કે ખાદ્ય પદાર્થો ન લેવા , અપરિચિત વ્યક્તિઓ સાથે ફોટો કે વિડીયો ન લેવા તેમજ અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ નહીં લેવાનું સૂચન કર્યું છે.