નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમદાવાદમાં મેટ્રૉ ટ્રૅનનું રાત્રે બે વાગ્યા સુધી સંચાલન કરાશે. સત્તાવાર યાદી મુજબ, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કૉટેશ્વર રોડથી APMC સુધીના માર્ગ પર દરેક ટર્મિનલ મથકથી દર 30 મિનિટે મેટ્રો ટ્રૅન મળી રહેશે. જ્યારે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર એક સુધીના માર્ગ પર પણ બે વાગ્યા સુધી ટ્રૅન દોડશે. મોટેરા સ્ટેડિયમથી અને સેક્ટર એકથી દરરોજ રાત્રે 10 વાગ્યા પછી દર એક કલાકે ટ્રેન મળશે.
ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર એક સુધી જવાની છેલ્લી ટ્રૅન રાત્રે 2 વાગ્યે ઉપડશે. જ્યારે સેક્ટર એકથી મોટેરા સ્ટેડિયમ માટે છેલ્લી ટ્રેન એક વાગ્યે ઉપડશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 3:02 પી એમ(PM)
નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમદાવાદમાં મેટ્રૉ ટ્રૅનનું રાત્રે બે વાગ્યા સુધી સંચાલન કરાશે.