નવરાત્રિ મેળા નિમિત્તે પાવાગઢ શક્તિપીઠ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ- GSRTC દ્વારા 120 વધારાની બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાવાગઢના દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુધી દરરોજ 55 બસનું સંચાલન કરી સાત લાખ 50 હજાર જેટલા અને કચ્છના વિવિધ તાલુકામાંથી માતાના મઢ સુધી 65 વધારાની બસ દોડાવી 70 હજાર જેટલા દર્શનાર્થીઓ મેળાનો લાભ લઈ રહ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.
ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે આસો નવરાત્રિ મેળામાં 50 વધારાની બસનું સંચાલન કરી સાત લાખ અને માતાના મઢ ખાતે 60 વધારાની બસનું સંચાલન કરીને 63 હજાર દર્શનાર્થીએ મેળાનો લાભ લીધો હતો.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:01 પી એમ(PM)
નવરાત્રિ નિમિત્તે પાવાગઢ અને માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે STની 120 વધારાની બસનું સંચાલન