નવરાત્રિના પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના GMDC મેદાનમાં વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ કરાવશે. આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને પાવાગઢ શક્તિપીઠ સહિતના ધાર્મિક સ્થળો પર ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.
મહેસાણાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ સાથે નવરાત્રિની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. આજે પહેલા દિવસે સવારે મંત્રોચ્ચાર સાથે મંદિરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ કરવામાં આવી. હવે આગામી નવ દિવસ સુધી નવરાત્રિ મહોત્સવમાં ભક્તો ગરબાની રમઝટ બોલાવશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 2:55 પી એમ(PM)
નવરાત્રિના પાવન પર્વનો આજથી પ્રારંભ….