ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કરાય છે. ધાર્મિક યાત્રાધામ સહિત રાજ્યભરમાં ગરબે ઝૂમી લોકો માતાજીની આરાધના કરી રહ્યાં છે.
પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ શૌર્ય, શૂરવીરતા અને સાહસના પ્રતીક સમા મહેર મણિયારા રાસમાં હાજરી આપી. મહેર જ્ઞાતિના પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમવા આવે છે તેમ મહેર સુપ્રીમ પરિષદના પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતાજીનાં દર્શન કર્યા. તેમણે જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરી નોમના દિવસે યોજાનારી પરંપરાગત પલ્લી અંગે ચર્ચા કરી.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 3:14 પી એમ(PM)
નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના…