ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના ચોથા નોરતે આજે માઁ દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા-અર્ચના કરાય છે. રાજ્યભરના ધાર્મિક સ્થળો સહિત વિવિધ જગ્યાએ ભક્તો ગરબે ઝૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે.
દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે અંબાજી શક્તિપીઠમાં દર્શન કર્યા.
જામનગર જિલ્લામાં પ્રાચીન સમયે ધવલપુરી નામથી ઓળખાતા ધ્રોલ તાલુકામાં 300 વર્ષથી નવરાત્રિ ઉજવાય છે. ગરબા મંડળ દ્વારા ખંભલાવ માતાજીનું સ્થાપન કરી વિવિધ પરિવાર દ્વારા સ્નેહી મિત્રો સાથે મળીને આ પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખી છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 3:09 પી એમ(PM)
નવરાત્રિના ચોથા નોરતે આજે માઁ દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા-અર્ચના…