અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો પ્રારંભ થયો હતો.‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ની થીમ પર આધારિત આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં રાજ્યપાલે આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન છે. કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે, માનવના અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો અને તેના જવાબ શોધવાની જહેમતે જ વિવિધ માનવ સભ્યતાને આકાર આપ્યો છે. આંતરરાષ્ટ્રીય મહેમાનો અને વિવિધ ધર્મના અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ પરિષદમાં ધર્મના વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 9:06 એ એમ (AM)
નવમી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ કરાવતાં રાજ્યપાલ
