ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેર દીવાઓથી ઝળહળશે.
સમગ્ર શહેરમાં 26 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારી કરાઇ રહી છે. આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત 56 ઘાટ પર માટીના દીવાઓ પ્રગટાવવામાં આવશે, જે એક દૈવી ભવ્યતા બનાવશે. આ દીપોત્સવ વિશ્વ મંચ પર અયોધ્યાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વૈભવને પ્રદર્શિત કરશે.
આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્ર, સાંસ્કૃતિક સંગઠનો અને ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના સહયોગથી યોજાઈ રહ્યો છે. જેમાં 10 હજારથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.
આધ્યાત્મિક ભવ્યતાને વધારવા માટે, જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સાંજે ભવ્ય સરયુ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 3:01 પી એમ(PM)
નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી માટે અયોધ્યા સજ્જ થયું
