નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારે યુવા ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રતિભાને નિખારવાનું કામ કર્યુ છે, તેમ જીલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે જણાવ્યું હતું.
14, 17 અને 19 વર્ષની અંદરના કિશોરો માટેની આ જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ૨૯ નવેમ્બર સુધી ચાલશે. આર્ટિસ્ટિક, રિધમિક, એક્રોબેટિક સ્પર્ધામાં રાજ્યના જુદા-જુદા જિલ્લાના ૩૫૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:19 પી એમ(PM) | જીમ્નાસ્ટિક સ્પર્ધા
નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો
