એપ્રિલ 18, 2025 10:50 એ એમ (AM)

printer

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે 5 વર્ષથી શરૂ થયેલી પાસપોર્ટ ઓફિસમાં અત્યાર સુધીમાં 40 હજાર પાસપોર્ટ કાઢવામાં આવ્યાં

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે 5 વર્ષથી શરૂ થયેલી પાસપોર્ટ ઓફિસમાં અત્યાર સુધીમાં 40 હજાર પાસપોર્ટ કાઢવામાં આવ્યાં છે. પાંચ વર્ષ અગાઉ પાસપોર્ટ ઓફીસનું લોકાર્પણ વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરના હસ્તે કરવામાં આવ્યું હતું.ગત 15 એપ્રિલના રોજ ડૉ. એસ જયશંકરે રાજપીપલા સ્થિત પાસપોર્ટ ઓફીસની મુલાકાત કરી અને 5 ઓફિસની કામગીરી નિહાળી હતી. તેમજ પાસપોર્ટ ઓફિસર પાસેથી માહિતી મેળવી હોવાનું પાસપોર્ટ ઓફિસના અધિકારી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.