ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 7:15 પી એમ(PM)

printer

નર્મદા જિલ્લાનાં 18 વર્ષનાં ખેલાડી પ્રીતિ વસાવાએ ઉત્તરાખંડમાં યોજાયેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જિમ્નાસ્ટીક્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

નર્મદા જિલ્લાનાં 18 વર્ષનાં ખેલાડી પ્રીતિ વસાવાએ ઉત્તરાખંડમાં યોજાયેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જિમ્નાસ્ટીક્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. મળતી માહિતી મુજબ, પ્રીતિ વસાવા જિમ્નાસ્ટીક્સની ટ્રેમ્પોલિન ઇવેન્ટ સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડમાં આઠ ખેલાડીઓ વચ્ચે સારું પ્રદર્શન કરી આ સિદ્ધિ મેળવી છે. કાંસ્ય ચંદ્રક વિજેતાં ખેલાડી પ્રીતિ વસાવાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં 35 રમત માટે રાજ્યમાંથી 30થી વધુ સ્પર્ધકે ભાગ લીધો હતો. તેમાંથી એક પ્રીતિ વસાવા પણ હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.