ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 13, 2025 9:05 એ એમ (AM)

printer

નર્મદામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જનાર પાંચ વિદ્યાર્થીઓનું ‘GP-SMASH’ની મદદથી રેસ્ક્યુ કરતી પોલીસ

ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ GUJARAT POLICE – SOCIAL MEDIA MONITERING, AWARENESS AND SYSTEMATIC HANDLING એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે.નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી નજીક ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓને ગુજરાત પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે.સુભાષિની એમ. નામની એક મહિલાએ X પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસને ટૅગ કરીને જાણકારી આપી હતી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો રસ્તો ભૂલી ગયા છે અને ફસાઈ ગયા છે.આ સંદેશ બાદ નર્મદા પોલીસ અને વનવિભાગની ટીમે તમામ પાંચેય યુવાનોને હેમખેમ નીચે ઉતાર્યા હતા.