નર્મદાના કેવડિયામાં આજથી કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયોના કુલપતિઓનું બે દિવસનું સંમેલન યોજાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પાંચ વર્ષના અમલીકરણ અંતર્ગત યોજાનારું આ સંમેલન કુલપતિઓને સંસ્થાકીય વિકાસની સમીક્ષા કરવા અને સામૂહિક રીતે આગળની વ્યૂહરચના નક્કી કરવા એકસાથે લાવશે.બે દિવસના આ સંમેલનમાં ત્રણ મુખ્ય ક્ષેત્રો વ્યૂહાત્મક સંરેખણ, જ્ઞાન વિનિમય અને ભવિષ્યનું આયોજન અને તૈયારીને આવરી લેવાશે. દરમિયાન દસ વિષયના સત્રો દ્વારા ઉચ્ચ શિક્ષણના મુખ્ય પાસાઓ જેવા કે શીખવવું અને શીખવું, સંશોધન અને શાસન – પર ચર્ચા કરાશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુખ્ય સ્તંભો સમાનતા, જવાબદારી, ગુણવત્તા, સુલભતા અને પોષણક્ષમતા સાથે સુસંગત હશે.સંમેલનમાં દિલ્હી અને હરિયાણા વિશ્વ-વિદ્યાલય સહિતની અનેક સંસ્થાઓ જોડાશે.
Site Admin | જુલાઇ 10, 2025 8:48 એ એમ (AM)
નર્મદાના વિશ્વ પ્રસિધ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યૂનિટિ ખાતે આજે દેશભરની સેન્ટ્રલ યુનિવર્સિટીઓના કુલપતિઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે