એપ્રિલ 15, 2025 7:46 પી એમ(PM)

printer

નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ભારતે પાકિસ્તાન વિરુધ્ધ કડક વલણ અપનાવ્યું :વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર

કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ભારતે પાકિસ્તાન વિરુધ્ધ કડક વલણ અપનાવ્યું છે અને નક્કર સંદેશો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ભારત માટે આઇટી એટલે ઇન્ફર્મેશ ટેકનોલોજી, પણ પાકિસ્તાન માટે આઇટીનો અર્થ છે ઇન્ટરનેશનલ ટેરરિઝમ.
શ્રી જયશંકરે આણંદ પાસે ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી- CHARUSAT ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે, પાકિસ્તાન માટે ત્રાસવાદ બ્રાન્ડિંગ છે, જ્યારે ભારત માટે ટેકનોલોજી બ્રાન્ડિંગ છે.
ગઇ કાલથી નર્મદા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા વિદેશ મંત્રીએ જિલ્લાના નાગરિકોને 11 કરોડ 66 લાખ રૂપિયાનાં વિકાસ કામોની ભેટ આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.