ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 25 હજારની સહાય આપવામાં આવે છે.
રાજ્યની શાળાઓમાં આ યોજનાના સુચારુ સંચાલન માટે “નમો સરસ્વતી પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. તમામ શાળાઓ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવામાં આવે છે. યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાયની ચૂકવણી વિદ્યાર્થીઓના બેન્ક ખાતા દ્વારા કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત @ 2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વર્ષ 2024-25ના બજેટમાં આ બે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી.