ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નમૂના વિસ્તારોની સતત સરખામણી મુજબ,ભારતમાં વાઘની વસ્તીમાં દર વર્ષે 6%નો વધારો નોંધાયો છે:કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી, કીર્તિ વર્ધનસિંહ

કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી, કીર્તિ વર્ધનસિંહે જણાવ્યું છે કે નમૂના વિસ્તારોની સતત સરખામણી મુજબ,ભારતમાં વાઘની વસ્તીમાં દર વર્ષે 6%નો વધારો નોંધાયો છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે આવાત કહી હતી.
શ્રી સિંહે કહ્યું કે વર્ષ 2022 માં 2022માં વાઘની સંખ્યા 3 હજાર 682 નોંધાઈ છે જે 2018માં 2 હજાર 967 રહી હતી. તેમણે જણાવ્યું કે આ વર્ષ 2021 થી ચાલુ વર્ષે 20 નવેમ્બરના સમયગાળા દરમિયાન શિકાર સહિતના અકુદરતી કારણોસર સિત્તેર એક વાઘના મોત થયા હતા.
શ્રી સિંહે જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાસત્તામંડળ દ્વારા નકારાત્મક માનવ-વન્યજીવ ક્રિયા-પ્રતિક્રિયાઓનું સંચાલન કરવા માટે ત્રિ-પાંખીય વ્યૂહરચના પર ભાર મૂકયો છે.