ફેબ્રુવારી 20, 2025 11:01 એ એમ (AM)

printer

નડીયાદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું

નડીયાદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 897.17 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું. આ બજેટમાં નડીયાદ નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે સૌથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ બજેટમાં સ્વચ્છતાના કામો, પાણી નિકાલ, પર્યાવરણ અને આરોગ્યને લગતા કામો અને અર્બન લાઈવલીહુડને પણ પ્રાધાન્ય અપાયુ છે.