ખેડાના નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી સ્પર્ધામાં આ ખેલાડીએ 100 મીટર દોડમાં રજત અને 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
ગુજરાત રમતગમત સત્તામંડળે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા નડિયાદ અકાદમીનાં ખેલાડી કાજલ વાજાને અભિનંદન પાઠવ્યાં છે. તેમજ આગામી સમયમાં પણ ખેલાડી રાજ્યનું નામ રોશન કરતાં રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી.
Site Admin | ઓક્ટોબર 17, 2025 7:24 પી એમ(PM)
નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ ઓડિશામાં યોજાયેલી જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા