કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નકલી રસાયણોના છંટકાવને કારણે સોયાબીનના પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે શ્રી ચૌહાણે મધ્યપ્રદેશની મુલાકાત લીધા બાદ આમ જણાવ્યુ હતું.
શ્રી ચૌહાણને નકલી નીંદણનાશક દવાના છંટકાવને કારણે સોયાબીનના પાકને નુકસાન થયું હોવાની ફરિયાદો મળ્યા બાદ રાયસેન અને વિદિશા જિલ્લામાં અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને નુકસાનનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે આવી કંપનીઓ સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. શ્રી ચૌહાણના નિર્દેશો પર કાર્યવાહી કરતા, ભારતીય કૃષિ સંશોધન પરિષદ – ICAR એ તાત્કાલિક એક તપાસ સમિતિની રચના કરી છે. સમિતિ આજે પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ખેતરોની મુલાકાત લઈ રહી છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 1:59 પી એમ(PM)
નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારની સૂચના
