ધ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVES 2025 જીવંત પ્રસારણ દરમિયાન ખોટી માહિતીને રોકવા માટે એઆઇ આધારીત ઉપાયો રજૂ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે જણાવ્યું છે કે, પ્રથમ WAVES સમિટના ભાગ રૂપે યોજાનાર આગામી ટ્રુથટેલ હેકાથોન ચેલેન્જ મહત્વપૂર્ણ પહેલ છે, જે જીવંત પ્રસારણ ક્ષેત્રમાં જરૂરી ઉપાયો રજૂ કરશે.
આ હેકાથોનમાં 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, જેમાં ડેવલપર્સ, ડેટાસાયન્ટિસ્ટ અને માધ્યમોના વ્યવસાયિકોને વાસ્તવિક સમયની ખોટી માહિતી રોકવા અને હકીકતોની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે. વિજેતા ટીમોને રોકડ ઇનામો તથા અગ્રણી ટેકનોલોજી વ્યાવસાયિકો દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે, અત્યાર સુધી હેકાથોન માટે વિશ્વભરમાંથી પાંચ હજાર 600 રજીસ્ટ્રેશન થયા છે, જેમાંથી 36 ટકા મહિલાઓ છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:58 પી એમ(PM)
ધ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVES 2025 જીવંત પ્રસારણ દરમિયાન ખોટી માહિતીને રોકવા માટે એઆઇ આધારીત ઉપાયો રજૂ કરશે
