વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરા અને લોથલ ખાતે હજારોની માત્રામાં મળેલી તે સમયની સામગ્રીનું ડિજિટાઇઝેશન થઇ ગયું છે, જેને ઓનલાઇન જોઈ શકાશે.
ભારત સરકારે 2007માં રાષ્ટ્રીય સ્મારકો અને પ્રાચીન વસ્તુઓ પરનું અભિયાન શરૂ કર્યું હતું. જેથી સ્મારકો, સ્થળો અને પ્રાચીન વસ્તુઓનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ અને ડિજિટાઇઝેશન કરી શકાય.
અત્યાર સુધી 12 લાખ 34 હજાર 937 પ્રાચીન વસ્તુઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 11 હજાર 406 સ્થળો અને સ્મારકોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં ગુજરાતમાંથી ધોળાવીરા અને લોથલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધોળાવીરામાંથી મળેલી 34 હજાર 781 જેટલી પ્રાચીન સામગ્રીનું અને લોથલ મ્યુઝિયમની કુલ 718 વસ્તુઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
Site Admin | એપ્રિલ 18, 2025 3:07 પી એમ(PM)
ધોળાવીરા અને લોથલ ખાતે હજારોની માત્રામાં મળેલી તે સમયની સામગ્રીનું ડિજિટાઇઝેશન થયું
