માર્ચ 18, 2025 8:15 એ એમ (AM)

printer

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે. વિધાનસભા ગૃહમાં ધોલેરા અંગેના પ્રશ્નોનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ધોલેરા SIR ખાતે ટાટા પાવર દ્વારા ૩૦૦ મેગા વોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરાયો છે. સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી નિર્માણની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. સમગ્ર ધોલેરા SIR દ્વારા ભવિષ્યમાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની શક્યતા છે
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેથી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે ગ્રીન ફિલ્ડ અલાયમેન્ટમાં 550 કરોડ રૂપિયાનાં ખર્ચે સાડા નવ કિલોમીટર લંબાઇના લિંક રોડનું બાંધકામ હાથ ધરાશે. જ્યારે 109 કિલોમીટરની લંબાઇના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેની કામગીરી મે-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.