મે 12, 2025 7:06 પી એમ(PM)

printer

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 5 લોકોના મોત

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. ભાવનગર તરફથી આવી રહેલી કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.