ડિસેમ્બર 6, 2025 9:51 એ એમ (AM)

printer

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર, હવે ધુળેટીના દિવસે યોજનારી પરીક્ષા નવી તારીખોએ લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું સુધારેલુ ટાઈમટેબલ જાહેર કર્યુ હતું. નવા કાર્યક્રમ મુજબ ચોથી માર્ચના રોજ ધૂળેટીના દિવસે પરીક્ષા લેવાનારી હતી તેને બદલે હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ચોથી માર્ચની પરીક્ષા હવે ધોરણ-10નું પેપર 18 માર્ચ, ધોરણ-12 સામાન્ય પ્રવાહ 17 અને 18 માર્ચ, વિજ્ઞાન પ્રવાહ – 16 માર્ચ તેમજ સંસકૃત પ્રથમા અને મધ્યમાની પરીક્ષા 16 માર્ચનાં રોજ લેવામાં આવશે.