જુલાઇ 22, 2025 2:56 પી એમ(PM)

printer

ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ હેઠળ રાજ્યમાં 15 દિવસમાં 21 જિલ્લાના 1.10 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને લાભ અપાયો

ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ હેઠળ રાજ્યમાં 15 દિવસમાં 21 જિલ્લાના એક લાખ 10 હજારથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ 22 યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો છે. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે જણાવ્યુ કે આ અભિયાનને સફળ બનાવવા રાજ્યભરમાં કુલ 767 કેમ્પ યોજાયા, જેમાં પાંચ લાખથી વધુ આદિજાતિ ભાઈ-બહેનો સહભાગી થયા હતા. શ્રી ડિંડોરે ઉમેર્યું કે આ અભિયાન અંતર્ગત હેલ્થકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જમીન ચકાસણી કાર્ડ, આવાસ યોજના, સ્વરોજગારીના સાધનો, વીજળીનો લાભ જેવા અનેક યોજનાકીય લાભો આપવામાં આવ્યા.