જુલાઇ 23, 2025 10:16 એ એમ (AM)

printer

ધમકી ભર્યા ઇમેઇલ બાદ અમદાવાદ એરપોર્ટ પર તપાસમાં શંકાસ્પદ કંઇ વસ્તુ ન મળતાં હાશકારો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથકને ગઇકાલે એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.આ ધમકી બાદ ત્વરિત અસરથી તેની તપાસ કરવામાં આવતાં કંઇ શંકાસ્પદ મળી ન આવતાં એરપોર્ટના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.આ ધમકીભર્યા ઇમેઇલ મળ્યાં બાદ એરપોર્ટની સલામતીમાં તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાઇ હતી. એરપોર્ટ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ દ્વારા તેની તપાસ કરાઇ હતી . જોકે કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી.આ તપાસ દરમિયાન અને તપાસ બાદ હવાઇમથકની કામગીરી વિક્ષેપ વિના કાર્યરત રહી હતી. મુસાફરો અને કર્મચારીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું એરપોર્ટના પ્રવક્તા દ્વારા જણાવાયું હતું.