દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધન્વંતરિ જયંતિ પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન ધન્વંતરિ, ભગવાન કુબેર અને લક્ષ્મી માતાજીની પૂજા કરે છે અને સોના કે ચાંદીની વસ્તુઓ તથા નવા વાસણ ખરીદવા માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયા પર સંદેશમાં લોકોને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)
ધનતેરસના પાવન પર્વથી આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ
