બે સાંસદો ઇજાગ્રસ્ત થવાના મામલે એનડીએના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ ડૉ બીઆર આંબેડકરનો અનાદર કર્યો છે. ભાજપના નેતા અરૂણસિંહે રાહુલ ગાંધીએ નાગાલેન્ડના સાંસદ સાથે કથિત ગેરવર્તણુંક કરવા બદલ રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ડૉ. બીઆર આંબેડકર વિશેની કથિત ટિપ્પણીને લઈને વિરોધ પક્ષના સાંસદોએ પણ સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધી સામે કરવામાં આવેલી ફરિયાદ અંગે બોલતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, આ ફરિયાદ સરકારની નિરાશા દર્શાવે છે.