મે 26, 2025 2:33 પી એમ(PM)

printer

દ્વિ-પક્ષીય સંબંધો વધુ સુદ્રઢ કરવાની નેમ સાથે વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કેનેડાના તેમના સમકક્ષ અનિતા આનંદ સાથે ટેલિફૉનિક વાતચીત કરી. તેમણે બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉક્ટર જયશંકરે કહ્યું, કેનેડાનાં વિદેશમંત્રીને તેમને સફળ કાર્યકાળ બદલ શુભેચ્છાઓ પાઠવી.
દરમિયાન કેનાડાનાં મંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં દ્વિપક્ષીય સંબંધને મજબૂત બનાવવા, આર્થિક સહકારને વધુ ગાઢ બનાવવા અને પરસ્પર પ્રાથમિકતાઓને આગળ વધારવા પર સર્જનાત્મક ચર્ચા કરવા ડૉ. જયશંકરનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી માર્ક કાર્ની દ્વારા આ મહિનાની શરૂઆતમાં મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત બાદ અનિતા આનંદને કેનેડાનાં વિદેશમંત્રી તરીકે નિયુક્ત કરાયાં છે. સંસદીય ચૂંટણીમાં લિબરલ પાર્ટીના વિજય બાદ લગભગ બે સપ્તાહ બાદ આ ફેરફાર કરાયાં.