રાયસીના સંવાદ અંતર્ગત વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઇકાલે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.આ ઉપરાંત શ્રી જયશંકરે નેપાળ, થાઈલેન્ડ, લક્ઝમબર્ગ, લાતવિયા અને માલદીવ સહિત વિવિધ દેશોના તેમના સમકક્ષો સાથે પણ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. શ્રી જયશંકરે X પર અનેક પોસ્ટ્માં તેમની બેઠકો વિશે વિગતો આપી હતી.અન્ય કાર્યક્રમો ઉપરાંત, શ્રી જયશંકર પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીને પણ મળ્યા. તેમના નેપાળી સમકક્ષ આરઝુ રાણા દેઉબા સાથેની મુલાકાતમાં “આપણા દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ” પર ચર્ચા કરી હતી.
Site Admin | માર્ચ 19, 2025 8:56 એ એમ (AM)
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વિદેશ મંત્રી એસ. જયશંકરે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી.