જુલાઇ 3, 2025 7:47 એ એમ (AM)

printer

દ્વિપક્ષિય સંબંધઓને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે ભારત અને ઘાનાના પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઘાનાની રાજ્ય મુલાકાતે અકરા પહોંચ્યા. રાષ્ટ્રપ્રમુખ જોન ડ્રામાની મહામા દ્વારા તેમનું એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી સાથે સ્વાગત કરાયું હતું. દ્વિપક્ષિય સંબંધઓને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઇ હતી. આ વાતચિત બાદ જાહેર કરાયેલા સંયુક્ત પ્રેસ નિવેદનમાં, શ્રી મોદીએ જાહેરાત કરી કે ભારત-ઘાના ભાગીદારીને વ્યાપક સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે.બંને દેશોએ ભારત-સમર્થિત માળખાગત સુવિધાઓ અને ક્ષમતા-નિર્માણ પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, વૈશ્વિક આતંકવાદ વિરોધી સહયોગ પર સંમતિ વ્યક્ત કરી. આ પ્રસંગે સંસ્કૃતિ અને આયુર્વેદ અને પરંપરાગત દવાના ક્ષેત્રે સંયુક્ત રીતે કાર્ય કરવા સમજૂતીના ચાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં. આ કાર્યક્રમ બાદ ઘાનાના રાષ્ટ્રપ્રમુખ મહામા દ્વારા આયોજિત રાજ્ય ભોજન સમારંભમાં, પ્રધાનમંત્રીને ઘાનાના રાષ્ટ્રપ્રમુખ જોન મહામા દ્વારા ઓફિસર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંમાન એનાયત કરાયું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની પાંચ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં આજે રાત્રે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપ્રમુખ ક્રિસ્ટીન કાર્લા કાંગાલૂ અને પ્રધાનમંત્રી કમલા પર્સદ-બિસેસર સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરશે.
આ વર્ષે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય વસાહતીઓના આગમનના 180 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં હોવાને કારણે પ્રધાનમંત્રીની આ મુલાકાત ઐતિહાસિક મનાઇ રહી છે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.